સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે ખાસ ધ્યાનમાં રાખવા જેવી એક વાત છે કે કેટલી બુકો વાંચી તે કરતા કઈ બુકો અને શું વાંચ્યુ તે વધુ અગત્યનું છે. તો આ પોસ્ટમાં આપણે તેવી જુદા જુદા વિષયની જુદી જુદી બુક વિશે માહિતી મેળવીશું.

૧. સામાન્ય જ્ઞાન ( જનરલ સ્ટડી) :- 
                  આમ તો સામાન્ય જ્ઞાન એ દરિયો છે કે જેને આખું ક્યારેય પી શકાતું એટલે કે વાંંચી શકાતું નથી છતા પણ હું અહિંયા મારા અનુભવ પ્રમાણે તમને ૨ બુક વાપરવા કહીશ. કેમકે મોટા ભાગની પરીક્ષા વખતે આ બુક ઉપયોગી થતી હોય છે.
                 
                  (A) જેમાં પ્રથમ છે નવનીત પ્રકાશની જનરલ નોલેજ. આ બુકને આમતો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો તો ઓળખતા જ હશે અને અમુક મિત્રો તો આ બુક ને "પરીક્ષા રૂપી રણ મેદાનની ગીતા" સાથે સરખાવે છે. આ બુક માં સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા નીચે મુજબના મુદ્દાઓ આવરી લીધેલા હોય આ બુક આપને ખુબ ઉપયોગી નીવડશે.

ગુજરાત વિશે (૧) ગુજરાતની ભુગોળ, 
                     (૨) ગુજરાતનો ઈતિહાસ, 
                     (૩) ગુજરાતના પ્રવાસધામ,
                     (૪) ગુજરાતના સમાજ અને સંસ્કૃતિ
                     (૫) ગુજરાતનું સાહિત્ય

ભારત વિશે   (૧) ભારતની ભુગોળ
                     (૨) ભારતનો ઈતિહાસ
                     (૩) ભારતના પુરસ્કાર અને એવોર્ડ
                     (૪) ભારતનું સાહિત્ય

વિશ્વ વિશે      (૧) સુર્યમંડળ
                     (૨) વિશ્વની ભુગોળ
                     (૩) વિશ્વના દેશો
                     (૪) વિશ્વનો ઈતિહાસ 
                     (૫) વિજ્ઞાન અને ટેકનોલોજી
                     (૬) રમતજગત
                     (૭) સામાન્ય જ્ઞાન
              તથા આ સિવાયના સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થતા બીજા ઘણા મુદ્દાઓ
            
              જો આપ પ્રથમ વખત જ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય કે ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માંંગતા હોય તો આ બુક સૌથી વધુ ઉપયોગી થશે.

              આ બુક આપને આપની નજીકના બુક સ્ટોર અથવા તો ઓનલાઈન પણ મળી શકે છે.

ઓનલાઈન બુક ખરીદવા માટે અહીંયા ઉપર ક્લિક કરો.


                    (B) જેમાં બીજી બુક છે વર્લ્ડ ઈન બોક્સ  પ્રકાશની જનરલ નોલેજ. આ બુકને આમતો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો તો ઓળખતા જ હશે અને અમુક મિત્રો તો આ બુક ને " વર્ગ-૩ ની ચાવી" સાથે સરખાવે છે. આ બુક માં સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા નીચે મુજબના મુદ્દાઓ આવરી લીધેલા હોય આ બુક આપને ખુબ ઉપયોગી નીવડશે.

ગુજરાત વિશે (૧) ગુજરાતના તથ્થ, 
                     (૨) ગુજરાતનો ઈતિહાસ, 
                     (૩) ગુજરાતની ભુગોળ,
                     (૪) ગુજરાતનું અર્થતંત્ર,
                     (૫) ગુજરાતનું સાહિત્ય,
                     (૬) ગુજરાતનું વિવિધ

ભારત વિશે   (૧) ભારતની ભુગોળ
                     (૨) ભારતનો ઈતિહાસ
                     (૩) ભારતની રાજ્ય વ્યવસ્થા અને બંધારણ
                     (૪) ભારતનો સાસ્કૃતિક પરીચય
                     (૫) ભારતીય અર્થવ્યવસ્થા
                     (૬) ભારત અને વિશ્વના તથ્ય

વિશ્વ વિશે      (૧) મહત્વની યોજનાઓ
                     (૨) વિશ્વની ભુગોળ
                     (૩) વિશ્વના તથ્ય
                     (૪) વિશ્વનો ઈતિહાસ 
                     (૫) પદાધિકારીઓ
                     (૬) રમતજગત
                     (૭) સામાન્ય જ્ઞાન
              તથા આ સિવાયના સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થતા બીજા ઘણા મુદ્દાઓની જીણવટભરી માહીતી
            
              જો આપ વર્ગ-૩ની હેડક્લાર્ક, કચેરી અધિક્ષક, નાયબ-મામલતદાર,નાયબ ચીટનીસ, સીનીયર ક્લાર્ક કે પછી વર્ગ-૧ અને વર્ગ-૨ ની જી.પી.એસ.સીની પરીક્ષાની તૈયારી કરવા માંંગતા હોય તો આ બુક સૌથી વધુ ઉપયોગી થશે. ટુંકમાં કહીએ તો વર્ગ-૧ થી લઈને વર્ગ-૩ ની ઉંડાણપુર્વકની તૈયારી શરૂ કરવા માટે આ બુક એ પ્રથમ પગથિયુ છે.

              આ બુક આપને આપની નજીકના બુક સ્ટોર અથવા તો ઓનલાઈન પણ મળી શકે છે.


ઓનલાઈન બુક ખરીદવા માટે અહીંયા ઉપર ક્લિક કરો.