સ્વામી દયાનંદ સરસ્વતી
- મૂળ નામ :- મૂળશંકર તિવારી
- જન્મ સ્થળ :- લજાઈ (ટંકારા), જિ.મોરબી
- માતાનું નામ :- અમૃતબાઈ
- પિતાનું નામ :- કરશનદાસ તિવારી
- ગુરુ :- સ્વામી વીરજાનંદ
- મુખ્ય રચનાઓ :- સત્યાર્થ પ્રકાશ;
મહર્ષિ
સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ૧૨ ફેબ્રુઆરી ૧૮૨૪માં ગુજરાતમાં અને મૃત્યુ ૩૦ ઓક્ટોબર ૧૮૮૩માં
અજમેરમાં થયું હતું. મહર્ષિ દયાનંદ સરસ્વતી આર્યસમાજના પ્રવર્તક અને પ્રખર
સુધારાવાદી સન્યાસી હતા.જેમણે સૌ પ્રથમવાર સંસ્કૃતજ્ઞ “ વિદ્ધતસંસારને “ વેદાર્થ
અને શાસ્ત્રાર્થ માટે લલકાર્યા એ સ્વામી દયાનંદ સરસ્વતી હતા.
સામાજિક
બદીઓને દૂર કરનાર અને આર્યસમાજના સ્થાપક શ્રી સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ મહાવદ
દશમ તા. ૧૨મી ફેબ્રુઆરી ૧૮૨૪ ના
દિવસે મોરબી પાસે ટંકારા ગામમાં ઔદિચ્ય બ્રાહ્મણ
પરિવારમાં થયો હતો.તેમના પિતાનું નામ કરસનદાસ લાલજી ત્રવાડી જેઓ કલેકટર હતા.
તેથી પ્રારંભિક જીવન સુખ સગવડમાં વીત્યું હતું. અને માતા નું નામ અમરતબેન હતું.
તેમનું મૂળ નામ મૂળશંકર હતું. તેમનો પરિવાર કર્મકાંડી અને ભક્તિનું વાતાવરણ અને
શૈવપંથી હતો.
મૂળશંકરનેબાળપણથી જ તેમની કુશાગ્ર બુદ્ધિનો પરિચય આપી દીધો હતો. તેમને ‘યજુર્વેદસંહિતા’ કંઠસ્ત હતી. ઉપવાસી મૂળશંકર મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર ઉંદરડા ફરતા જોઈ અસલી શિવ શોધવાની તમન્ના જાગી. પુખ્ત વયે પહોંચતા જ વ્હાલા કાકા અને નાની બહેન ખોયાં. લગ્ન વયે પહોંચતા જ હૃદયમાં દયાનંદ જાગૃત થઈ ગયો હતો અને ૨૧ વર્ષની વયે ઘર છોડ્યું.
મૂળશંકરનેબાળપણથી જ તેમની કુશાગ્ર બુદ્ધિનો પરિચય આપી દીધો હતો. તેમને ‘યજુર્વેદસંહિતા’ કંઠસ્ત હતી. ઉપવાસી મૂળશંકર મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર ઉંદરડા ફરતા જોઈ અસલી શિવ શોધવાની તમન્ના જાગી. પુખ્ત વયે પહોંચતા જ વ્હાલા કાકા અને નાની બહેન ખોયાં. લગ્ન વયે પહોંચતા જ હૃદયમાં દયાનંદ જાગૃત થઈ ગયો હતો અને ૨૧ વર્ષની વયે ઘર છોડ્યું.

આજે
પણ એમનું કીર્તિમંદિર પંજાબમાં છે.
(૧) બાળવિવાહ વિરોધ
(૨) સતીપ્રથા વિરોધ
(૩) વિધવા પુન:વિવાહ
(૪) એકતાનો સંદેશ
(૫) વર્ણભેદનો વિરોધ
(૬) નારી શિક્ષા એવં સમાનતા
દેશના સંસ્કૃતિક અને રાષ્ટ્રીય જાગરણમાં
આર્યસમાજની બહું મોટી દેન છે. હિંદુ સમાજને તેનાથી નવી ચેતના મળી અને અનેક
સંસ્કારગત કુરીતીઓથી છુટકારો મળ્યો.
(૧) સત્યાર્થ પ્રકાશ (૧૮૭૪) – સંસ્કૃત
(૨) પાખંડ ખંડન (૧૮૬૬)
(૩) વેદ ભાષ્ય ભૂમિકા (૧૮૭૬)
(૪) ઋગ્વેદ ભાષ્ય (૧૮૭૭)
(૫) અદ્વેતમતક ખંડન (૧૮૭૩)
(૬) પંચમહાયજ્ઞ વિધિ (૧૮૭૫)
(૭) વલ્લભાચાર્ય મતક ખંડન (૧૮૭૫)
(૧) ભલાઈનો માર્ગ ભયથી ભરેલો છે, પરંતુ
તેનું પરિણામ અતિ ઉતમ છે.
(૨) મોટા માણસના અભિમાન કરતા નાના માણસની શ્રદ્ધા
ધાર્યુ કામ કરી જાય છે.
(૩) જેમ માતાના શરીરમાં રહેલુ દુધ પોતાના બાળકોના
કલ્યાણ માટે હોય છે તેમ મહાત્માઓના હદયમાં રહેલ શાશ્વત જ્ઞાન પણ સાચા સાધકોના કલ્યાણ
માટે જ હોય છે.
(૪) ક્રોધ એ નિર્બળતાની નિશાની છે.
(૫) ઈશ્વર નિરાકાર છે, પરંતુ
તે ભક્તોની હાર્દિક પ્રાથના અનુસાર પોતાની શક્તિથી જુદાંજુદાં રૂપો ધારણ કરે છે.
(૬) પ્રાર્થના એટલે આત્માના અવાજને પરમાત્મા સુધી
લઈ જનાર સંદેશાવાહક
(૭) જીંદગીને કોઈ પણ જાતની શર્ત વગર પ્રેમ કરો.
(૮) કોઈ પણ બનાવ કરતા એ બનાવના કારણે આવનારા
પરિણામની કલ્પના વધારે ભયંકર હોય છે. માટે ખોટી કલ્પના કરવી નહીં.
(૧૦) જીવનમાં જેટલી બને તેટલી ચાલાકી ઓછી કરવી
પછી જોવો ઉપરવાળાની મહેરબાની તમારી ઉપર કેવી રહેશે.
(૧૧) કરેલા કર્મોનું ફળ અવશ્ય મળે છે માટે દુ:ખ આવે
ત્યારે પ્રભુ પાસે માફી નહીં પણ સદબુધ્ધિ અને સહનશક્તિ માંગો.
(૧૨) જેની પાસે ધેર્ય છે. અને મહેનતથી ગભરાતો નથી; સફળતા
તેની દાસી છે.
(૧૩) તણખલું ઊડીને આંખમાં પડે તો ડુંગર પણ ઢંકાય
જાય. તણખલું એક પછી એક સુગરીના ચાંચમાં ચઢે તો કલાત્મક માળો રચાઈ જાય. જીવન તણખલું
બનીને ઊડે તો એ ખુદ પરમાત્મા બની જાય.
(૧૪) આ શરીર નશ્વર છે આપણને આ શરીરના માધ્યમથી એક
મોકો મળ્યો છે પોતાને સાબિત કરવાનો કે મનુષ્યતા અને આત્મવિવેક શું છે?
(૧૫) વેદોમાં વર્ણિત સારનું પાન કરવાવાળા એ જાણી
શકે છે કે જિંદગીનું મૂળ બિદું ક્યું છે ?
(૧૬) ક્રોધનું ભોજન વિવેક છે, અત:
એનાથી બચતાં રહેવું જોઈએ કારણકે વિવેકના નષ્ટ થઈ જવાથી બધું જ નષ્ટ થઈ જાય છે.
(૧૭) માનવજીવનમાં તૃષ્ણા અને લાલસા છે અને એજ
આપના દુ:ખનું મુખ્ય કારણ છે.
(૧૮) અહંકાર એક મનુષ્યની અંદર એવી સ્થિતી લાવે છે
કે, જ્યારે એ આત્મબળ અને આત્મજ્ઞાન ખોઈ દેતાં હોય છે.
(૧૯) ક્ષમા કરવી એ બધાના હાથની વાત નથી કારણકે એ
જ મનુષ્યને સૌથી મોટો બનાવી દેતી હોય છે.
(૨૦) કામ મનુષ્યના વિવેકને ભર્માવીને એને પતનના
માર્ગ પર લઈ જાય છે.
(૨૧) લોભ એવો અવગુણ છે, જે દિન પ્રતિદિન વધતો હોય છે
જ્યાં સુધી એ મનુષ્યનો વિનાશ ના કરી દે.
(૨૨)
મોહ એક અત્યંત વિસ્નીત જાળ છે, જે બહારથી અતિસુંદર અને અંદરથી અત્યંત કષ્ટકારી છે,જે એમાં ફસાયો એ એમાં સંપૂર્ણપણે ઉલઝી ગયો.
(૨૩)
ઈર્ષ્યાથી મનુષ્યે હંમેશા દુર જ રહેવું જોઈએ, કારણકે એ મનુષ્યને અંદર ને અંદર બાળતી રહેતી હોય છે અને પથથી ભટકીને
પથભ્રષ્ટ કરી દેતી હોય છે.
(૨૪)
મદ મનુષ્યની એ સ્થિતિ કે દશા છે, જેમાં એ પોતાના મૂળ કર્તવ્યથી ભટકી જઈને વિનાશ તરફ લઈ જાય છે.
(૨૫)
સંસ્કાર જ મનુષ્યના આચરણનો પાયો છે, જેટલા ઊંડા સંસ્કાર હોય છે એટલો જ અડગ મનુષ્ય પોતાના કર્તવ્ય પર, ધર્મ પર, સત્ય પર અને ન્યાય પર હોય છે.
(૨૬)
જો મનુષ્યનું મન શાંત છે, ચિત પ્રસન્ન છે, હ્રદય હર્ષિત છે, તો નિશ્ચિત જ એ સારા કર્મોનું ફળ છે.
- સ્વામી દયાનંદ સરસ્વતીના ગુરૂ
૧. પરમહંસ પરમાનંદજી
૨. દંડી સ્વામી
0 Comments
Post a Comment