✔️ભારતીય રાજનીતિના ઉજ્જવલ તારક,ત્યાગમૂર્તિ શ્રી મોતીલાલ નહેરૂનો જન્મ ઇ.સ.1861 માં આગ્રા મુકામે થયો હતો

✔️કોલેજમાં તેમની ઓળખ તોફાની વિદ્યાર્થી તરીકેની હતી.તે બુદ્ધિશાળી તો
હતા બી.એ.ની પરીક્ષામાં પાસ થયા નહી વકીલાતની પરીક્ષા પ્રથમ નંબરે પાસ કરી સુવર્ણચંદ્રક મેળવ્યો અને પછી વકીલાત શરૂ કરી.

✔️જલિયાવાલા હત્યાકાંડથી એમનું હ્રદય દ્રવી ઊઠયું અને ગાંધીજીના નિકટના પરિચયમાં આવ્યાં.રાજમહેલ જેવું પોતાનું નિવાસસ્થાન એમણે દેશને અર્પણ કરી દીધું.

✔️તેઓ કૉંગ્રેસ પ્રમુખ તરીકે ચૂંટાયા ત્યારે રાજા મહારાજાઓને પણ ઇર્ષા કરાવે તેવું માન ભારતની જનતાએ તેમને આપ્યું.એમનું સમગ્ર વ્યકિંતત્વ પ્રભાવશાળી હનું.એમની વિરલ બુદ્ધિપ્રતિભા, બાદશાહી રહેણીકહેણી અને છેવટના દિવસોનું એમનું જીવને પરિવર્તન તથા દેશ માટે કરેલો સર્વસ્વનો ત્યાગ આપણાં દેશમાં કહેવતરૂપ બની ગયા છે

 ✔️મહાસભાની કારોબારીના પ્રમુખ તરીકે મોતીલાલની ધરપકડ થઈ અને સજા પૂરી કરી છુટ્યા ત્યારે આરામ કરવા મસૂરી ગયા પણ સારું ન થયું.

✔️ગાંધીજી, જવાહર, ડૉ…જીવરાજ મહેતા અને ધર્મપત્ની સ્વરૂપરાણીની હાજરીમાં 6/2/1931 ના રોજ લખનૌમાં તેમણે નેશ્વરદેહનો ત્યાગ કર્યો.

✔️મોતીલાલને અંજલિ આપતા ગાંધીજીએ કહ્યું : પતિ મરતાં હિંદુ વિધવાની જે સ્થિતી થાય એ સ્થિતી મોતીલાલજી જતા મારી થઇ છે.