માતૃભાષા દિવસ ( ૨૧ ફેબ્રુઆરી ) વિશે જાણવા જેવી બાબતો

શરૂઆત :- ૧૭ નવેમ્બર ૧૯૯૯ ના યુનેસ્કો દ્વારા જાહેર કર્યો
કારણ :- બાગ્લાદેશની પ્રજા દ્વારા પોતાની માતૃભાષા "બાંગ્લા" ને બચાવવામાટે અપાયેલા બલિદાનની યાદમાં
૨૧ ફેબૃઆરી ૧૯૫૨માં ઓલ પાર્ટી સેન્‍ટ્રલ લિગ એકશન કમિટી દ્વારા ઢાંકા માં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું. ઢાંકા યુનિવર્સિટીના મેદાનમાં લોકો એકઠા થયા અને પોલિસ ગોળિબારમાં ઘણા લોકો શહીદ થયા એ જગ્યાએ શહીદ સ્મારક બનાવવામાં આવ્યું. આખરે ૬ જાન્યુઆરી ૧૯૫૯ના રોજ પાકિસ્તાન સરકારે પાકિસ્તાનની સતાવાર ભાષા તરીકે ઉર્દુની સાથે સાથે બાંગ્લાને પણ જાહેર કરી.