અરવલ્લી જિલ્લો। Arvalli District
મુખ્ય મથક - મોડાસા (Modasa)
અરવલ્લી જિલ્લાની વિશેષતા । Arvalli jilla ni vishesta:-
1. શામળાજીનું પ્રખ્યાત વૈષ્ણવતીર્થ છે.
2. મહાત્મા ગાંધીજીનું સમાધિ સ્થળ મહાદેવ ગામ ખાતે આવેલું છે. (સમ્રગ ભારતમાં દિલ્લીના રાજધાટ સિવાયની રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીનું એકમાત્ર સમાધી સ્થળ જે મહાદેવ ગામ (બાકરોલ) ખાતે મેશ્વો અને ઝૂમ્મર નદીના સંગમ સ્થાને ‘હાથીયા ડુંગર’ પર આવેલ છે.)
અરવલ્લી જિલ્લાના જોવાલાયક સ્થળો । Arvalli jilla na jovalayak sthalo:-
1. મોડાસા :
• રાજા બતકનું ‘મહુડાસુ’ એવો કવિ પદમનાભે ‘કાન્હડે પ્રબંધ’ માં ઉલ્લખ કરેલ છે, મોડાસાનું પ્રાચીન નામ ‘મોહડકવાસક’ હતું.
• મોડાસા નજીક બાજકોટ ખાતે દેવરાજધામ આવેલ છે. જ્યાં દેવાયત પંડિત ની સમાધી આવેલ છે.
2. શામળાજી :
• પ્રાચીન નામ ગદાધર પૂરી, મેશ્વો નદીના કિનારે આવેલ છે. શ્રી ક્રુષ્ણ-વાસુદેવની ગદા ધારણ કરેલી શ્યામમૂતિ બિરાજમાન છે.
• દર કાર્તિકી પૂર્ણિમાં એ મેળો ભરાય છે, જે આદિવાસી લોકમેળો તરીકે પ્રસિધ્ધ છે.
3. ભિલોડા :
• ક્રિર્તિસ્તંભ સાથેનું દિગંબર જૈનોનું મંદિર આવેલું છે.
0 Comments
Post a Comment