Amreli District | અમરેલી જિલ્લો

specialty of Amreli District | અમરેલી જિલ્લાની વિશેષતા :-

પ્રાચીન નામ અમરાવલ્લી હતું.

રાજુલા તાલુકામાં આવેલું ‘પીપાવાવ’ બંદર ઇ.સ. ૧૯૯૮માં કામ કરતું થયું.

(ભારત નું સૌપ્રથમ ખાનગી માલિકી નું બંદર, ગુજરાતનું સૌથી ઝડપથી વિકસતું ખાનગી માલિકીનું બંદર)

જુનું નામ ‘પોર્ટ આલ્બર્ટ વિકટર’ સંત પીપાના નામ પરથી પીપાવાવ.

જાફરાબાદી ભેંસ જાણીતી છે.

ગીરની ટેકરીઓમાં સૌથી ઉંચી ટેકરી ‘સરકલા’ અમરેલી જિલ્લામાં આવેલ છે.

અમરેલી જિલ્લાના જોવાલાયક સ્થળો । Sights of Amreli District :-

1. અમરેલી : 

મહાત્મા મૂળદાસ ની સમાધિ આવેલ છે.

તેલની મિલો આવેલ છે. ઇ.સ. પૂર્વે ૩૦૦૦ના પુરાતત્વ અવશેષો અહીંથી મળ્યા છે.

2. લાઠી :

કલાપીની જન્મભૂમિ અને કર્મભૂમિ છે. (સૂરતાની વાડીનો મીઠો મોરલો અને ન્યારા રાહના ફકીર)

3. સાવરકુંડલા :

વજનમાપવાના ‘ત્રાજવા’ અને ‘બાટ’ (વજનીયા) ની બનાવટ માટે પ્રખ્યાત

4. જાફરાબાદ :

સીદીલોકોનું ‘ધમાલ ન્રુત્ય’ જાણીતું છે.

5. ચાવંડ :

ઉર્મિ કાવ્યના સર્જક મણિશંકર રતનજી ભટ્ટ ની આ જન્મભૂમિ છે.

‘કાઠીભરત અને મોતીભરત’ વખણાય છે.