Ahmedabad District | અમદાવાદ જિલ્લો
Specialty of Ahmedabad district | અમદાવાદ જિલ્લાની વિશેષતા :-
· ગુજરાત રાજયનું પ્રથમ પાટનગર અને વર્તમાનમાં આર્થિક પાટનગર છે.
·
અમદાવાદ શહેર ‘ ભારતનું માન્ચેસ્ટર ’ અને ‘
ભારતનું બોસ્ટન ‘ તરીકે ઓળખાય છે.
·
અમદાવાદ જંકશન એ
ગુજરાતનું સૌથી મોટું રેલ્વે સ્ટેશન છે. તથા ગુજરાતનુ એકમાત્ર આંતરરાષ્ટ્રીય
હવાઈમથક અમદાવાદમાં છે.
·
ગુજરાતમાં
સૌપ્રથમ કાપડમીલની સ્થાપના ૧૮૬૧માં રણછોડલાલ છોટાલાલ રેટિંયાવાળાએ કરી હતી.
·
ભારતની સૌથી
મોટી હોસ્પિટલ ‘સિવિલ હોસ્પિટલ’
અમદાવાદમાં છે.
·
ભારતની સૌથી
મોટી પ્રાણીસંગ્રહાલય ‘કમલા
નહેરૂ ઝુઓલોજીકલ પાર્ક’ કાંકરીયા ખાતે અમદાવાદમાં આવેલ છે.
· ધંઉના ઉત્પાદનમાં ગુજરાતમાં પ્રથમ સ્થાન તથા જામફળના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે. તથા ધોળકાના જામફળ જાણીતા છે. અમદાવાદ જિલ્લાનો દક્ષિણ-પશ્ચિમ ભાગ એટલે ભાલ. જે ‘ભાલિયા’ અથવા ‘ચાસિયા’ અથવા ‘દાઉદખાની’ ઘંઉ માટે જાણીતું છે.
·
યહુદીઓનું
એકમાત્ર તીર્થધામ ‘સિનેગોગ’ અમદાવાદમાં ખમાસા વિસ્તારમાં છે.
·
અમદાવાદમાં
આવેલો ‘દરિયાખાન નો ધુમ્મટ’ ગુજરાતનો
સૌથી મોટો અને એષિયાનો બીજા નંબરનો વિશાળ ધુમ્મટ છે.
·
અમદાવાદ શહેરના
પ્રથમ મેયર ચીનુભાઇ ચીમનભાઇ બેરોનટ હતા.
·
ગુજરાતની
સૌપ્રથમ કોલેજ ‘ગુજરાત કોલેજ’ અમદાવાદમાં
ઇ.સ. ૧૮૮૭માં શરૂ થઇ હતી.
·
ગુજરાતનું
સૌપ્રથમ ‘થ્રીડી થિયેટર’
અમદાવાદમાં ‘સાયન્સ સીટી’ ખાતે શરૂ થયું હતુ.
·
હિદુ-મુસ્લિમ
એકતાના પ્રતિક સમુ ‘પિરાણા’ તીર્થધામ અમદાવાદમાં જ આવેલું છે.
·
અમદાવાદને ‘ગુજરાતનું હદય’ અને ‘સૂફીસંતોની ભૂમિ’ પણ કહેવામાં આવે છે.
·
અમદાવાદ શહેર ની
ફરતે કુલ ૧૨ દરવાજા છે. અમદાવાદમાં કુલ ૨૧ દરવાજા છે.
·
ગુજરાતનું સૌથી
વધુ વસ્તી ધરાવતું શહેર તથા જિલ્લો અમદાવાદ છે તથા સૌથી સાક્ષરતા ધરાવતો જિલ્લો
અમદાવાદ છે.
Establishment of Ahmedabad City | અમદાવાદ શહેરની સ્થાપના :-
·
૧ એપ્રિલ
૧૪૧૧માં સુલતાન અહેમદશાહે અમદાવાદની સ્થાપના કરી. (પોતાના આધ્યામિક ગુરૂ સંત શેખ
અહમદ ખટ્ટુ ગંજબક્ષના આદેશ થી) જેમનો રોઝો સરખેજમાં આવેલો છે.
·
જુનુ નામ : ‘આશાવલ’, કર્ણાવતી
Historical Monuments of Ahmedabad | અમદાવાદમાં
આવેલા ઐતિહાસિક સ્મારકો :
કિલ્લો (બે) :
1.
ભદ્રનો કિલ્લો –
ઇ.સ. ૧૪૧૧, આ કિલ્લાની આગળનું
મેદાન ‘મેદાને શાહે’ તરીકે ઓળખાતું.
2.
ગાયકવાડની હવેલી
– ઇ.સ. ૧૭૭૩
·
હોઝેકુતુબ
(કાંકરીયા તળાવ), જામા મસ્જિદ, બાદશાહ નો હજીરો રાણીનો હજીરો, હઠીસિંગ નું જિનાલય,
રાણીસિપ્રીની મસ્જિદ અને રાણી રૂપમતીની મસ્જિદ (મહેમુદ બેગડાની
રાણીઓ), દરિયાખાનનો ધુમ્મટ (ગુજરાતનો સૌથી મોટો ધુમ્મટ),
જગન્નાથ મંદિર (દર અષાઢી બીજે રથયાત્રા), સીદી
સૌયદની જાળી, કાંકારીયા બાલ વાટીકા, સરદાર
પટેલ મ્યુઝીયમ, સાબરમતી આશ્રમ (ગાંધી આશ્રમ) ભકતકવિ નરસિંહ
મહેતા સરોવર (વસ્ત્રાપુર).
·
કાળુપુર
ટંકશાળામાં સિક્કાઓ મુધલ સામ્રાજ્ય વખતે બનતા હતા.
·
સાબરમતી નદી પર ‘દસ’ પૂલ બંધાયેલા છે.
·
અમદાવાદ ના આશ્રમ
રોડ અને સી.જી (ચીમનલાલ ગીરધરદાસ) રોડ અધતન માર્ગો છે.
Remember about Ahmedabad | અમદાવાદ વિશે યાદરાખો :
·
જહાંગીરે
અમદાવાદને ‘ગર્દાબાદ’ ધૂળિયું શહેર કહ્યું છે.
·
જુમ્મા મસ્જિદ, ત્રણ દરવાજા અને ભદ્રનો કિલ્લો, અહમદશાહ પહેલોએ બંધાવ્યા
·
હોઝે કુતુબ અને
નગીનાવાડી અહમદશાહ બીજાએ બંધાવ્યા.
·
શાહીબાગ નો
મોતીશાહ મહેલ શાહજહાંએ બંધાવ્યો.
·
સરસપુરનું
ચિંતામણી નું દેરૂ શાંતિદાસ જવેરીએ બંધાવ્યું હતું.
·
શેઠ હઠીસિંગ
કેસરીસિંગ ના પત્ની હરકુંવર શેઠાણીએ ગુજરાતની સૌપ્રથમ કન્યાશાળા ઇ.સ. ૧૮૫૦માં શરૂ
કરાવી, જેનું નામ ‘મગનલાલ કરમચંદ કન્યાશાળા’ રાખવામાં આવ્યું.
·
ભારતનું સૌપ્રથમ
ઓપન એર થિયેટર ‘ ડ્રાઇવ-ઇન-સિનેમા’
અમદાવાદ ખાતે આવેલ છે.
·
ગુજરાત રાજ્યનું
ઉદધાટન તથા તેના સૌપ્રથમ મંત્રીમંડળ ની શપથવિધિ ૧ મે, ૧૯૬૦ના રોજ રવિશંકર મહારાજ દ્રારા સાબરમતી આશ્રમ ખાતે
થઈ હતી.
Sarkhej | સરખેજ :-
·
અહમદશાહ પહેલાના
આધ્યાત્મિક ગુરૂ અને અમદાવાદનો પાયો નાખનાર ૪ અહમદો પૈકીના એક શેખ અહેમદ ખટ્ટુ
ગંજબક્ષનો રોઝો આવેલો છે. તથા તેના ચરણોની દિશામાં મહમૂદ બેગડા અને તેના શહજાદાઓની
કબર છે. અહી બેગડાએ ખોદાવેલ તળાવ આવેલું છે.
Dholka | ધોળકા :-
·
મીનળદેવી એ
બંધાવેલ મલાવ તળાવ અહી છે.
·
પ્રાચીન નામ ' ધવલ્લક', 'ધવલ્લકપુર', મહાભારત સમયનું નામ વિરાટનગર
Ganeshpura | ગણેશપૂરા:-
·
ભગવાન ગણેશનું
ભવ્યમંદિર (જમણીતરફ સૂંઢ ધરાવતા)
Lambha | લાંભા :-
·
બળિયાદેવ નું
વિશાળ મંદિર
Mandal | માંડલ :-
·
રાવળ કુંટુંબ ના
કુળદેવી ખંભલાવ માતાનું મંદિર આવેલું છે.
Viramgam | વીરમગામ :-
·
મીનળદેવી એ
બંધાવેલ મુનસર(અર્ધસહસ્ત્રાલિંગ) અને ગંગુ વણઝારાએ બંધાવેલું ગંગાસર તળાવ આવેલું
છે.
Nalsarovar | નળસરોવર :-
·
સાણંદ તાલુકામાં
આવેલું છે. (તથા સુરેન્દ્રનગર જિલ્લામાં)
Lothal | લોથલ :-
·
પ્રાચીન નામ ' લોથ સ્થળ', મૃત માનવી નો ટેકરો.
·
સિંધુ સંસ્ક્રુતિ
ના સમય નું બંદર હતું ઇ.સ. ૧૯૫૪ માં ખોદકામ કરતા મળી આવેલ છે.
·
શોધક :- ડૉ. એસ.આર.રાવ
·
ધોળકા તાલુકામાં
આવેલ છે.
·
સાત નદીઓનું
સંગમ સ્થાન, કાર્તિક પૂણીમાંએ
મેળો ભરાય છે.(સાબરમતી, હાથમતી, વાત્રક,
માઝમ, મેઓ, શેઢી અને
ખારી)
·
ગુજરાતનો સૌથી
મોટો લોકમેળો
·
૨૫ મે, ૧૯૧૫માં ગાંધીજીએ પાલડી ખાતે ગાંધીજીએ સ્થાપના કરી.
Sabarmati Ashram | સાબરમતી આશ્રમ :-
·
૧૭ જૂન, ૧૯૧૭માં ગાંધીજીએ સ્થાપના કરી.
·
ચંદ્રભાગા નદી
ઉપર ઐતિહાસિક 'દાંડીપૂલ' આવેલો છે.
Industries of Ahmedabad | અમદાવાદના ઉદ્યોગ:-
·
સુતરાઉ કાપડમાં
ગુજરાતમાં પ્રથમ સ્થાન
· બારેજડી (barejadi) ખાતે ડાંગર ની ખુશ્કીમાંથી તેલ બનાવવાનું કારખાનું આવેલ છે.
· બારેજડી (barejadi) ખાતે કાગળ બનાવવાનું કારખાનું આવેલું છે.
Festivals of Ahmedabad | અમદાવાદના ઉત્સવો :-
· કાંકરીયા કાર્નિવલ (kankaria carnival) : ૧૫ ડિસેમ્બર થી ૩૧ ડિસેમ્બર
· આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ (international kite festival) : ૧૩ જાન્યુઆરી થી ૧૫ જાન્યુઆરી
0 Comments
Post a Comment